નિત્યદાન

Event Description
સમાજને વિકસિત અને પ્રગતિશીલ બનાવવા માટે દાન ખૂબ જ મહત્ત્વનો પાયો છે. જેમાં સમાજનો દરેક સભ્ય ઘનરૂપી, શ્રમરૂપી તેમજ બીજા અનેક પ્રકારના દાનથી ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે મદદરૂપ થઈને સમાજને વિકસિત અને પ્રગતીશીલ બનાવવામાં સહભાગી થઈ શકે છે. તો આવો આપણે સૌ સાથે મળીને સમાજને મદદરૂપ થવાનો સંકલ્પ કરીએ. ઉદાહરણ તરીકે આપણા સમાજના જ એક સભ્યએ તેમનો વિચાર રજૂ કર્યો કે આપણે નિત્યદાન રૂપી દાન કરીને સમાજને રોજ એક, બે, પાંચ કે દસ રૂપિયા દરરોજ આપણે આપણા ગલ્લામાં અથવા સમાજે આપેલા દાન કળશને છલકાવી એક વર્ષ થાય એટલે તે રૂપિયા સમાજને અર્પણ કરી દેવા.