


About Us
શ્રી ઝાલાવાડ લેઉવા પટેલ ચેરીટેબલ
ટ્રસ્ટ, અમદાવાદ માં વર્ષ પહેલા બીજ રોપાયા હતા. અને આજે સમાજ ના સાથ,
સહકાર, અને સંગઠન દ્વારા વટ વ્રુક્ષ બની ગયોછે. આપણા ટ્રસ્ટ ના મુખ્ય
ઉદ્દેશ્ય સમાજને સંગઠિત કરવો, શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો, સામાજિક કુ
રીવાજો વિશે સમાજને જાગૃત કરી ને દુર કરવા, દીકરી ને શિક્ષણ પ્રત્યે જાગૃત
કરીને દીકરાને સમક્ષ લાવવા, અમુક ખાસ કિસ્સામાં આર્થીક મદદ રૂપ થવાનો છે.
શ્રી ઝાલાવાડ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમાજના કાર્યકરો એવા પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીશ્રીઓ તેમજ સમાજના વડીલો તેમજ વિચારશીલ, દીર્ઘદ્રષ્ટા ના માર્ગદર્શન હેઠળ સમાજના દાતાશ્રીઓ દ્વારા ઈ.સ.૧૯૯૨ થી શરૂ કરવામાં આવી. આ સંસ્થા દ્વારા દર વર્ષે સમાજ સંગઠિત થાય અને એકતા વધે તે માટે ભોજન સમારંભ સાથે સ્નેહ મિલન રાખવામાં આવે છે. બાળકોને શિક્ષણ પ્રત્યે રૂચી, વધે તેમજ જાગૃત થાય અને બાળકો ઉત્સાહિત થાય તે હેતુ થી ઇનામ વિતરણ કરવવામાં આવે છે. આરોગ્ય લક્ષી મેડીકલ ચેકઅપ, કેમ્પ તેમજ શિબીરોનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ રાહત દરે ચોપડાનું વિતરણ કરીને મદદ રૂપ થાય છે. અને જરૂરિયાત મંદ સમાજનાં બાળકોને મદદરૂપ થાય છે. તેમજ શિક્ષણને લગતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ થાય છે.
VISION
- ૧) સમાજ માં જરૂરિયાત મંદો ને મદદ કરવી. સમાજ ની ઉજળી કારકીર્દી અપાવવી.
- ૨) સમાજ ના અભ્યાસ કરતાં બાળકોને પુરતું માર્ગદર્શન મળી રહે એવા પ્રયત્નો કરવા.
- ૩) બીજા સમાજ ના સંપર્ક માં રહી વિચારોની આપ – લે કરાવી.
- ૪) સામાજી સંબંધો વધુ વિકસીત બને તેમજ દીકરા – દીકરી ના વેવિશાળ માં સરળતા રહે એવા ઉમદા કાર્યક્રમો કરવા.
- ૫) વર્ષ માં એક – કરતા વધુ વખત મળી ધંધાકીય કારોબાર માં સંકળાયેલા લોકો ને નજીક લાવી અને વેપાર માં આપ – લે કરે એવા પ્રયત્નો કરવા.
- ૬) મેડીકલ કેમ્પો કરવા જેવા કે.
- આંખો (મોતીયા) ની તપાસ.
- બ્લૂડ ડોનેશન કેમ્પ.
- ડાયાબીટીસ ચેક અપ કેમ્પ.
- સારા વ્ક્તલ્ય વાળા સેમીનારો રાખવા.

How Can You Help?
Upcoming Events
- 22
- Dec